સુરતની હિરા કારોબારી સવજી ધોળકિયા દિવાળીના અવસર પોતાના કર્મચારીઓને કાર ભેટમાં આપવા બાબતે દેશભરમાં ચર્ચા જગાવી હતી. સવજી ધોળકિયા એક અલગ વિચાર રાખનાર વ્યક્તિ છે. હાલમાં જ સવજી ધોળકિયાએ દિલ્હીની તિહાર જેલમાં ભગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. આ અવસર પર તેમણે પોતાની 179 રૂપિયાથી માંડીને 9 હજાર કરોડની કંપની બનાવવા માટેના પ્રયત્નોની વાત કરી હતી. સવજી ધોળકિયાએ એ પણ જણાવ્યું કે કંપનીમાં સુવિધાની સાથે સાથે કેટલાક સખત નિયમો પણ હોય છે જેનું પાલન કરવાની હોય છે.
દિલ્હી બેઝ્ડ એક અખબારને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં સુરતના કારોબારી સવજી ધોળકિયાએ કહ્યું હતું કે, જ્યારે કંપનીની શરૂઆત કરી ત્યાં મારી પાસે પૈસા ન હતા. મેં પહેલા એક લાખની લોન લીધી. મને મારા કામની માહિતી હતી. સાચા મન અને ઇમાનદારીથી કામ કરવાનું શરૂ કર્યુ તો લોકોને કામ પસંદ આવવાં લાગ્યું. સાચી લગન અને મહેનતનું પરિણામ આજે આપણી સમક્ષ છે.
પોતાના કર્મચારીઓને દિવાળીમાં કાર અને ઘર આપવા બાબતે સવજી ધોળકિયાએ કહ્યું હતું કે, હું કાર અને ઘર આપીને કર્મચારીઓ પર કોઇ ઉપકાર નથી કરતો. 2014માં મેં જ્યારે 500 કાર વહેંચી તો એની પાછળ એક ટાર્ગેટ હતો. એક ટાર્ગેટ હતો જે પૂરો થાય તો દરેક કર્મચારીને કાર આપવાનો વિચાર કર્યો હતો.
કંપનીએ ન માત્ર ટાર્ગેટ પૂર્ણ કર્યો પરંતુ અપેક્ષા કરતા વધારે કમાણી કરી. પછી અમે વિચાર્યું હતું તેને પૂર્ણ કરવાનો વિચાર કર્યો. કેટલાક લોકોએ આવું ન કરવાની સલાહ આપી હતી પરંતુ અમે પાછળ ન હટ્યા. જો મારી કંપની આનાથી મોટી હોત તો મેં મારા કર્મચારીઓમે કમસે કમ એક મર્સિડીઢ બેન્ઝ જરૂર આપી હોત. મારું જ નહીં પરંતુ મારી પત્ની અને પરિવારના દરેક વ્યક્તિનું માનવું છે કે કંપની સફળતા મેળવી રહી છે.