Wednesday , November 20 2019
Breaking News
Home / News / PMની રેલીની ભીડ પર લાલૂનો કટાક્ષઃ પાન ખાવા ગાડી રોકું તો આટલી ભીડ તો થઇ જાય

PMની રેલીની ભીડ પર લાલૂનો કટાક્ષઃ પાન ખાવા ગાડી રોકું તો આટલી ભીડ તો થઇ જાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન પર ચૂંટણી સભાને સંબોધી હતી. આ રેલીમાં PM મોદી ઉપરાંત NDAની સહયોગી LJP અને JDUના નેતાઓ હાજર રહ્યા હતા. મંચ પર PM મોદીની સાથે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની સાથે NDAના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું.

આ રેલીને લઇને બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે વિરોધ નોંધાવ્યો છે. RJPના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે આજની આ રેલી પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યું હતું કે નરેન્દ્ર મોદી, નિતિશ કુમાર અને પાસવાને મહિનાઓનું જોર લગાવી સરકારી તંત્રનો ઉપયોગ કરીને ગાંધી મેદાન પર ભીડ ભેગી કરી છે. આટલી ભીડ તો અમે પાન ખાવા માટે ગલ્લામાં પર ગાડી ઉભી કરી દઇએ તો ભેગી થઇ જાય છે. જાઓ રે મર્દો થોડું જતન કરો, કેમેરો થોડો ઝૂમ કરાવો….

લાલુ યાદવ ઉપરાંત તેમના પુત્ર અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ આ રેલી પર પ્રહાર કર્યા હતા. તેજસ્વી યાદવે PM મોદી પર હુમલો કરતા કહ્યું હતું કે, હજી બિહારમાં શહીદોની ચિતાઓ ઠંડી પણ નથી પડી અને PM પોતાની નીચલા સ્તરની રાજનીતિ ચમકાવવાં બિહારની મહાન ઘરતી પર આવી ગયા.

About admin

Check Also

પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું

પાકિસ્તાનમાં હિન્દૂઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું એક મંત્રીને મોંઘુ પડી ગયું હતું. પાકિસ્તાનના મંત્રી ફયાઝુલ હસન …