Wednesday , November 20 2019
Breaking News
Home / News / આતંકી મસૂદ અઝહરે જાણો PM મોદીને વિશે શું કહ્યું

આતંકી મસૂદ અઝહરે જાણો PM મોદીને વિશે શું કહ્યું

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના એક અઠવાડિયા બાદ જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરે એક નવો ઓડિયો જાહેર કર્યો છે, જેમાં તેણે પુલવામા હુમલામાં કોઇ જૈશ-એ-મોહમ્મદનો કોઈ હાથ ન હોવાનું કહ્યું છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, તે ક્યારેય આતંકી આદિલ અહમદ ડારને નથી મળ્યો. આ ઓડિયોમાં તેણે પાકિસ્તાની સરકાર અને મીડિયાને ડરપોક પણ ગણાવી હતી. આ પહેલા હુમલા બાદ જૈશે આ હુમલાની જવાબદારી લીધી હતી, પરંતુ હવે મસૂદ અઝહરે પીછેહઠ કરી લીધી છે.

અઝહરે વધુમાં કહ્યું હતું કે, પુલવામા હુમલાથી હિન્દુસ્તાનના PM નરેન્દ્ર મોદીને 2019ની લોકસભા ચૂંટણીમાં નુકશાન થશે. હું પાકિસ્તાનને કોઇપણ પ્રકારના યુદ્ધમાં નથી ધકેલવા માંગતો. ચીન હંમેશાં પાકિસ્તાનનું સમર્થન કરશે, એટલે ડરવાની જરૂર નથી. તેણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી કાશ્મીરમાં સંપૂર્ણ રીતે ફેઇલ થયા છે.

પુલવામા હુમલા બાદ સમગ્ર દુનિયામાં ઘેરાયેલા પાકિસ્તાનની સરકારને મસૂદ અઝહરે ડરપોક કહી હતી. તેણે કહ્યું હતું કે, પાકિસ્તાનની મીડિયા અને સરકાર બંને ડરેલી છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારના રોજ CRPF જવાનો પર આત્મઘાતી હુમલો થયો હતો. CRPFના કાફલા પર ઉચ્ચ તીવ્રતાવાળા IED વિસ્ફોટથી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. CRPF તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આ હુમલામાં 40 જવાન શહીદ થયા છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

About admin

Check Also

પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું

પાકિસ્તાનમાં હિન્દૂઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું એક મંત્રીને મોંઘુ પડી ગયું હતું. પાકિસ્તાનના મંત્રી ફયાઝુલ હસન …