Wednesday , November 20 2019
Breaking News
Home / News / Royal Marriage: ધારાસભ્યએ પુત્રના લગ્ન પ્રસંગે શાહી સમુહલગ્ન યોજ્યા, જુઓ ઠાઠ

Royal Marriage: ધારાસભ્યએ પુત્રના લગ્ન પ્રસંગે શાહી સમુહલગ્ન યોજ્યા, જુઓ ઠાઠ

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે નેતાઓના છોકરા કે છોકરીના લગ્ન શાનદાર રીતે કરવામાં આવતા હોય છે અને કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. પરંતુ કચ્છના માંડવીના ધારાસભ્ય અને કચ્છના રાજપુત સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહના દીકરાના લગ્ન કંઈક અનોખી રીતે કરતા ચર્ચાનું કારણ બન્યાં છે. તમને જણાવી દઈએ કે, 24થી 26 તારીખ સુધી આયોજિત કરવામાં આવેલા લગ્નમાં ધારાસભ્યનાં પુત્ર ભત્રીજી લગ્નગ્રંથીથી જોડાશે.

જો કે તમને જાણીને નવાઈ લાગશે કે સમાજની સાથે 114 કન્યાઓ પણ લગ્નના બંધનમાં બંધાશે જેનો બધો ખર્ચો ધારાસ્ભય ઉઠાવવાના છે તેમજ કન્યાદાન તેઓ ખુદ કરશે. લગ્નમાં અલગ અલગ પ્રોગ્રામોની સાથે મુખ્યમંત્રીએ પણ લગ્નોત્સવમાં હાજરી આપી હતી. તેમજ સૂત્રોએ જણાવ્યું કે ત્રણ દિવસ સુધી ચાલનાર આ સમૂહ લગ્નમાં 50,000 કરતા વધારે લોકો આવશે તેવી શક્યતા છે.

માંડવીના ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજાના પુત્ર જયદીપ સિંહ જાડેજા ભત્રીજી પૂજાબા સાથે લગ્ન છે અને તેની સાથે સાથે 114 યુવક યુવતીઓ રજવાડી અંદાજમાં શાહી સમૂહલગ્નનું આયોજન ધારાસભ્યે કર્યું છે. તેમજ સમગ્ર ડેકોરેશન રજવાડી થીમ પણ કરવામાં આવ્યું છે.

તેમજ શાહી રજવાડી ગેટ સહિત ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ઐતિહાસિક શાહી સમૂહલગ્નમાં 50,000 જેટલા મહેમાનો હાજરી આપશે.

શાહી લગ્નમાં નવદંપતી આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, મોરારી બાપુ, કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી અને અનેક ધારાસભ્ય-સાંસદ સહિતના લોકો આ લગ્નમાં હાજરી આપશે. તેમજ આજે વરઘોડો નીકળશે જેમાં હાથી ઘોડા સહિત 114 સ્કોર્પિયો કારમાં એકદમ શાહી અંદાજમાં વરઘોડો નીકળશે. જો કે આ સમૂહલગ્ન હંમેશા માટે યાદગાર બની રહેશે તેવા ભવ્ય છે.

About admin

Check Also

પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું

પાકિસ્તાનમાં હિન્દૂઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું એક મંત્રીને મોંઘુ પડી ગયું હતું. પાકિસ્તાનના મંત્રી ફયાઝુલ હસન …