Breaking News
Home / Khedut / કેન્દ્ર સરકાર ખેડૂતોને નવા વર્ષે આપી શકે છે આ મોટી ભેટ

કેન્દ્ર સરકાર ખેડૂતોને નવા વર્ષે આપી શકે છે આ મોટી ભેટ

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીનો માસ્ટર કાર્ડ ચલાવવાથી ચિંતિત BJP નવા વર્ષમાં અન્નદાતાઓને રાહતની ભેટ આપવાની તૈયારીમાં છે. તેને લઈને સરકારના રણનીતિકારોની વચ્ચે બેઠકો થઈ ચુકી છે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, BJP અધ્યક્ષ અમિત શાહ અને કૃષિ મંત્રી રાધામોહન સિંહે પણ તેના પર મંથન કર્યુ છે.

સરકાર દેવા માફીને બદલે એવી રીત અપનાવવા માંગે છે, જેને કારણે ખેડૂતોને ડાયરેક્ટ અને સ્થાયી રાહત મળે, જેને કારણે તેઓ મજબૂત બની શકે. આ સ્કીમમાં સમય પર દેવુ ચુકવનારા ખેડૂતોનુ સંપૂર્ણ વ્યાજ માફ કરવામાં આવી શકે છે. સાથે જ તેલંગણાની જેમ ડાયરેક્ટ સબસિડી અને પાક વિમા પ્રિમિયમમાં છૂટ જેવી રાહતો સામેલ છે. સરકાર તેનાથી થનારા રાજકીય ફાયદા-નુકસાનની સાથે જ ખજાના પર પડનારા બોજાનુ આંકલન કરી રહી છે.

હિન્દી પટ્ટીના ત્રણ મોટા રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની વાપસીનુ મોટું કારણ ખેડૂતોના દેવા માફીની જાહેરાતને માનવામાં આવી રહ્યુ છે. તેને જોતા BJP અને કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી રાહત આપવાની તૈયાર કરી છે. લોકસભા ચૂંટણી પહેલા સરકાર સમય પર કૃષિ દેવા ચૂકવનારા ખેડૂતોનુ વ્યાજ માફ કરી શકે છે. તેને કારણે ખજાના પર 15000 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે.

About admin

Check Also

એલોવેરાની ખેતી એવી તો ફળી કે આ યુવા ખેડૂત બન્યો કરોડપતિ અને દુનિયામાં વગાડ્યો ડંકો…

આજે અમે એક એવા યુવાન ખેડૂતની વાત કરીશું જેનાથી સૌ કોઈ અલગ ખેતી કરવા પ્રેરણા લઇ …