રાજસ્થાન રોયલ્સના કેપ્ટન બનવાની રેસમાં સ્ટીવ સ્મિથ, રહાણે અને સ્ટોક્સનું નામ ચર્ચામાં
સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2018 માટે મોટા ભાગની ટીમોએ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે પરંતુ કેટલીક ટીમો હજુ પણ એવી છે જેમના કેપ્ટનનું નામ હજુ સુધી સામે આવ્યુ નથી. જેમાં રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ સામેલ છે. જો કે રાજસ્થાન રોયલ્સના કેપ્ટનના નામ પરથી શનિવારે રાત્રે પરદો ઉઠી જશે.
IPLના ઇતિહાસમાં પ્રથમ વખત થશે આવુ
– IPLના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ ટીમ પોતાના કેપ્ટનના નામની જાહેરાત એક ટીવી પોગ્રામમાં કરવા જઇ રહી છે. આ ટીમનું નામ રાજસ્થાન રોયલ્સ છે.
– આવુ પ્રથમ વખત થશે જ્યારે કોઇ ટીમના કેપ્ટનનું નામ ટીવી પોગ્રામમાં જણાવવામાં આવશે. ટૂર્નામેન્ટમાં પ્રથમ સીઝનની વિનર રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ શનિવાર રાત્રે 10 વાગ્યે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરશે.
– નવા કેપ્ટનનું નામ મોહમ્મદ કૈફ જણાવશે, જે પહેલા આ ટીમના મેમ્બર રહ્યાં છે. રાજસ્થાનની ટીમ બે વર્ષના સસ્પેન્શન બાદ ટૂર્નામેન્ટમાં પરત ફરી રહી છે.
– રાજસ્થાન રોયલ્સની ટીમના કેપ્ટન બનવાની રેસમાં સ્ટીવ સ્મિથ, અજિંક્ય રહાણે અને બેન સ્ટોક્સસૌથી આગળ છે. જેમાંથી રહાણે અને સ્મિથ પહેલા આ ટીમ તરફથી રમી ચુક્યા છે.
– મહત્વપૂર્ણ છે કે 7 એપ્રિલથી શરૂ થવા જઇ રહેલી IPLની 11મી સીઝનમાં કુલ 8 ટીમ ભાગ લેશે.
બેન સ્ટોક્સ પણ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન બનવાની રેસમાં છે, તેને ગત સિઝન રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ માટે રમી હતી
ચેન્નાઇ સુપરકિંગ્સની કેપ્ટન્સી ફરી એક વખત મહેન્દ્રસિંહ ધોની કરશે
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છે
મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો કેપ્ટન ડેવિડ વોર્નર છે
દિલ્હી ડેરડેવિલ્સ ટીમનો કેપ્ટન ગૌતમ ગંભીર છે