Breaking News
Home / Eduction / Google લાવી રહ્યું છે Android P, જાણો શું છે Android P

Google લાવી રહ્યું છે Android P, જાણો શું છે Android P

Google પોતાની ઓપરેટીંગ સીસ્ટમ એન્ડ્રોઈડનું નવું વર્ઝન લાવી રહી છે. Googleએ થોડા દિવસો પહેલા જડ પોતાની આગામી એન્ડ્રોઈડ એડિશનનો પહેલો લુક રિલીઝ કર્યો હતો. તેનું નામ Android P હશે. નવા વર્ઝન એન્ડ્રોઈડ ઓ થવા એન્ડ્રોઈડ ઓરીયોની જગ્યા લેશે.

નવું વર્ઝન 9.0 હશે. એન્ડ્રોઈડના નવા વર્ઝનની જાહેરાત Google I/O 2018 દરમિયાન થઈ શકે છે. આ ઈવેન્ટ 16-18 મે દરમિયાન યોજાવાની છે.

Android P ડેવલોપર પ્રિવ્યુ 1 એન્ડ્રોઈડનું બેઝલાઈન એડિશન છે, જે ડેવલોપર માટે છે. ડેવલોપર તેના દ્વારા ઓપરેટીંગ સીસ્ટમના બગ્સ અને ગડબડની ઓળખી શકશે અન તેની જાણકારી Googleને આપશે. પહેલો ડેવલોપર પ્રિવ્યુ ડાઉનલોડ માટે ઉપ્લબ્ધ થઈ ગયો છે. પરંતુ જો કોઈ ઉત્સાહી યુઝર તેને ટ્રાય કરવા માગે તો તે Google સાથે ડેવલોપરના રૂપમાં રજીસ્ટર થઈને કરી શકે છે. ડેવલોપર પ્રિવ્યુને Google પિક્સેલ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરવામાં આવી શકે છે.

એન્ડ્રોઈડ 9.0 અથવા એન્ડ્રોઈડ P ઓગષ્ટ 2018માં રીલિઝ થશે તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ તે બધા એન્ડ્રોઈડ ડિવાઈઝ માટે ઉપલબ્ધ થશએ નહીં. સૌથી પહેલા તે ગુગુલ પિક્સેલ સ્માર્ટફોનમાં અપડેટ થશે. તેના પછી એન્ડ્રોઈડ Pના નામ નવા સ્માર્ટફોનમાં આવવા લાગશે.

સપ્ટેમ્બરના IFA 2018માં તેને શોકેસ કરવામાં આવી શકે છે. એન્ડ્રોઈડ અપડેટ્સ Googleને બદલે ફોન મેન્યુફેક્ચર્સ અને નેટવર્ક ઓપરેટર્સ તરફથી કરવામાં આવે છે. એન્ડ્રોઈડના નવા વર્ઝનમાં નવું શું હશે તે અંગે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી પરંતુ મળેલી માહિતી પ્રમાણે નવા વર્ઝનમાં Google અનઓફિશિયલ API સુધીના એક્સેસને હટાવી દેવામાં આવશે. આ સિવાય Wi-Fi ડાયરેક્ટ પ્રિન્ટીંગ સપોર્ટ, બ્લૂટુથ હિયરીંગ એડને પણ સપોર્ટ કરતું હશે.

About admin

Check Also

શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ – સાણથલી માં એડમિશન ની કાર્યવહી ચાલુ કરી દેવા માં આવી છે.

૨૨ વર્ષની સફળતાની ગાથા. સાણથલી ગામમાં આવેલી શ્રી આદર્શ વિદ્યાલય એક પછી એક સફળતાનાં શિખરો …