બસપા રાજમાં દલિત જ સૌથી વધુ અત્યાચાર અને શોષણનો શિકાર બન્યા હતા. દલિતોને તો તેમના ઘરના રસ્તા સુધી પ્રવેશનિષેધ હતો. ભ્રષ્ટાચારને તેમણે ખુલી છૂટ આપી હતી. પંચમતલના અધિકારીઓનું કામ ત્યારે બસપા પ્રમુખ માટે ધન બટોરવાના નવા નવા સ્ત્રોત શોધવા પુરતુ સીમિત હતું.
સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજવાદી પાર્ટી પર પલટવાર કરતા કહ્યુ હતુ કે ખેડૂતો કેવી રીતે ભૂલશે કે વાવણી માટે બીજ માંગવા પર તેમની પર લાઠીઓ પડી હતી અને પ્રાંતમાં લૂટ અને કમીશનખોરીની જ બોલબાલા હતી. સપાના પ્રદેશ પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી સરકાર બન્યાના પહેલા જ દિવસથી વિપક્ષી દળ નકારાત્મક ભૂમિકામાં આવી ગયા હતા.
હવે વિધાનસભા ચૂંટણી નજીક આવી ત્યારે જનતાને ગુમરાહ કરવાની નવી નવી તરકીબો શોધવા લાગ્યા છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં કાનૂન-વ્યવસ્થાના રોદણાં રોવામાં આવે છે પણ હકીકત એ છે કે મુખ્યમંત્રી અખિલેશ યાદવે પ્રદેશના વિકાસને નવી ઉંચાઈઓ પર ભારે મહેનતથી પહોંચાડ્યો છે.
વિપક્ષને લાગે છે કે તેમના દિવસો હવે વીતી ગયા છે. તેનાથી હતાશામાં કઈં પણ બોલે છે. બસપા પ્રમુખને કઈં ન સૂઝ્યુ તો તેમણે અખિલેશ યાદવની વિકાસ યોજનાઓને પોતાની હોવાનું કહેવા માંડ્યુ.
ચૌધરીએ કહ્યું કે બસપા અધ્યક્ષે આગરા રેલીમાં પોતાના ભાષણમાં જુઠ્ઠનું પોટલું જ ખોલી નાંખ્યું. તે હવે અપરાધ મુક્ત સમાજનો નારો આપે છે. તેમના શાસનકાળમાં બસપાના મંત્રી તથા ધારાસભ્ય મહિલાઓ અને કિશોરીઓની ઈજ્જત સાથે ખિલવાડ કરતા રહેતા હતા.
પોલીસ થાણાંમાં બળાત્કાર થતાં રહેતા હતા. ખેડૂતો દ્વારા બીજ માંગવા પર તેમના પર લાઠીઓ વરસાવામાં આવતી હતી. વેપારીઓ અને શ્રમિકોને બે વખ્તની રોટી કમાવવી પણ મુશ્કેલ થઈ ગયું હતું. બસપા રાજમાં વિકાસ કોષો દૂર હતો. એ દિવસોમાં લૂટ, કમિશન ખોરીની જ બોલબાલા હતી.
સપા પ્રવક્તાએ કહ્યું કે એકવાર ફરીથી બસપા પ્રમુખ દલિત સમાજને ભ્રમિત કરવાના કામે લાગી ગઈ છે. જેથી તે ફરીથી સત્તામાં આવીને મલાઈ ખાઈ શકે.
દલિત આંદોલનને અને બાબા સાહેબ આંબેડકરના મિશનને ક્ષતિ પહોંચાડવાનું કામ કરવામાં તેમણે કોઈ કસર નથી છોડી. દલિત વોટનો સોદો કરવામાં તેમણે તમામ નૈતિકતા નેવે મુકી દીધી હતી. દલિત સમાજ પ્રતિ તેમની હમદર્દી મગરના આંસૂ જેવી છે.
બસપા રાજમાં દલિત જ સૌથી વધુ અત્યાચાર અને શોષણનો શિકાર બન્યા હતા. દલિતોને તો તેમના ઘરના રસ્તા સુધી પ્રવેશનિષેધ હતો. ભ્રષ્ટાચારને તેમણે ખુલી છૂટ આપી હતી.
પંચમતલના અધિકારીઓનું કામ ત્યારે બસપા પ્રમુખ માટે ધન બટોરવાના નવા નવા સ્ત્રોત શોધવા પુરતુ સીમિત હતું. તેમણે કહ્યું કે ખુદ ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને સરકાર બનાવવા અને ગુજરાતમાં જઈને મોદીજીના ચૂંટણી પ્રચાર કરનારા બસપા પ્રમુખની સપા-ભાજપા મિલીભગતની વાત કરવી હાસ્યાસ્પદ લાગે છે.
ચૌધરીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં ભાજપા સાંપ્રદાયિકતાના સહારે પોતાના રાજનૈતિક પેંતરા ગોઠવી રહી છે તો કોંગ્રેસ હવે પોતાની બેહાલીથી સહાનુભૂતિ મેળવવામાં લાગી ગઈ છે. તેમની પાસે પ્રદેશના વિકાસની કોઈ નીતિ, કાર્યક્રમ નથી.
તે માત્ર જનતાને ગુમરાહ કરીને રાજનૈતિક સ્વાર્થ સાધવા ઈચ્છે છે. જનતા બહુ જ જાગરુક છે. તે માયાવતીના બહેકાવામાં આવનારી નથી.