Breaking News
Home / News / પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું

પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું

પાકિસ્તાનમાં હિન્દૂઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું એક મંત્રીને મોંઘુ પડી ગયું હતું. પાકિસ્તાનના મંત્રી ફયાઝુલ હસન ચૌહાણે હિન્દૂઓ વિરુદ્ધ વાંધાજનક વાત કરી હતી, જેને કારણે તેની ખૂબ ટીકા થઇ હતી. તેની પાર્ટીમાં તેની ટીકા કરવામાં આવી હતી અને છેવટે તેને રાજીનામું આપવું પડ્યું હતું. હિન્દૂ વિરુદ્ધ ટિપ્પણી પર મંત્રીએ સ્પષ્ટીકરણ આપ્યું હતું કે, પાકિસ્તાનના હિન્દૂઓને નહીં, પરંતુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેના પર નિશાનો સાધ્યો હતો.

 

પાકિસ્તાનના પંજાબના સુચના અને સાંસ્કૃતિક મંત્રી ફયાઝુલ હસન ચૌહાણે એક કાર્યક્રમમાં હિન્દૂ વિરોધી ટિપ્પણી કરી હતી. તેણે હિન્દૂઓને ગૌમૂત્રનું સેવન કરનારા કહ્યા હતા. આ સિવાય પણ તેણે વાંધાજનક વાતો કહી હતી, જેનાથી પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યક સમાજને તેની આ ટિપ્પણી નહોતી ગમી અને તેની આકરા શબ્દોમાં પાકિસ્તાનમાં ઝાટકણી કાઢવામાં આવી હતી.

છેવટે ચૌહાણને મુખ્યમંત્રી આવાસ બોલાવવામાં આવ્યો હતો અને તેને રાજીનામું આપવાનું કહ્યું હતું. ઉસ્માન પાસેથી તેની હિન્દૂ વિરોધી ટિપ્પણી અંગે સ્પષ્ટીકરણ પણ માગવામાં આવ્યું હતું.

About admin

Check Also

જમ્મુ-કાશ્મીરમાં આ મોટું પગલું ઉઠાવી શકે છે કેન્દ્ર સરકાર

કેન્દ્રની મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં ફરી કોઇ મોટું પગલું ઉઠાવી શકે છે. જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂકાયા …