Breaking News
Home / News / જમ્મુ-કાશ્મીરમાં આ મોટું પગલું ઉઠાવી શકે છે કેન્દ્ર સરકાર

જમ્મુ-કાશ્મીરમાં આ મોટું પગલું ઉઠાવી શકે છે કેન્દ્ર સરકાર

કેન્દ્રની મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં ફરી કોઇ મોટું પગલું ઉઠાવી શકે છે. જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂકાયા બાદ સરકાર હુર્રિયત પર પણ પ્રતિબંધ મૂકી શકે છે. સૂત્રો મુજબ મોદી સરકાર હુર્રિયત પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હુમલા બાદ સરકારે યાસીન મલિક, ગિલાની સહિત 18 અલગાવવાદી નેતાઓની સુરક્ષા પાછી લઇ લીધી હતી.

શું છે હુર્રિયત કોન્ફરન્સ…

13 જુલાઇ 1993ના રોજ કાશ્મીરમાં અલગાવવાદી આંદોલનને રાજનૈતિક રંગ આપવા માટે ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ(APSC)નું ગઠન થયું હતું. આ સંગઠન એ તમામ પાર્ટીઓનું ગ્રુપ હતું, જેણે 1987મા થયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનનો વિરોધ કર્યો હતો. હુર્રિયત કોન્ફરન્સ મુખ્યત્વે જમ્મુ-કાશ્મીરમાં ચરમપંથી સંગઠનો સામે સંઘર્ષ કરી રહેલી ભારતીય સેનાની ભૂમિકા પર સવાલ ઉઠાવવા સિવાય માનવાધિકારની વાત કરે છે.

 

About admin

Check Also

પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું

પાકિસ્તાનમાં હિન્દૂઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું એક મંત્રીને મોંઘુ પડી ગયું હતું. પાકિસ્તાનના મંત્રી ફયાઝુલ હસન …