Breaking News
Home / Viral / પાકિસ્તાની વેપારીઓને ફટકો, 9 દિવસોથી વાઘા-અટારી બોર્ડર પર ઊભી છે 450 ટ્રકો

પાકિસ્તાની વેપારીઓને ફટકો, 9 દિવસોથી વાઘા-અટારી બોર્ડર પર ઊભી છે 450 ટ્રકો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર રાજકીય અને આર્થિક મોરચે અત્યારસુધીમાં ઘણી કાર્યવાહી કરી ચુક્યુ છે. આર્થિક મોરચા પર થયેલી કાર્યવાહીનું નુકસાન પાકિસ્તાનના વેપારીઓએ ઉઠાવવુ પડી રહ્યુ છે. પાકિસ્તાનના હજારો ટ્રક સામાન સાથે અટારી વાઘા બોર્ડર પર છેલ્લાં 9 દિવસોથી ઊભા છે. આ તમામ ટ્રકને ભારત આવવુ છે.

ટ્રક વેપારીઓ અને ડ્રાયવરોની સાથે સિમેન્ટ, ગ્રેનાઈટ, જિપ્સમથી ભરેલા છે. અનિશ્ચિતતાઓને કારણે તે દિવસ-રાત ત્યાં વિતાવવા માટે મજબૂર છે અને તેમને મોટાપાયે નુકસાન વેઠવુ પડી રહ્યુ છે. વેપારીઓનું કહેવુ છે કે, તેઓ પાકિસ્તાનના તમામ ભાગોમાંથી સિમેન્ટ અને જિપ્સમથી ભરેલા ટ્રક લઈને આવ્યા છે, પરંતુ વાઘા બોર્ડર પર તેમને BSF દ્વારા પાછા જવાનું કહેવામાં આવ્યુ છે.

તેમનું કહેવુ છે કે, તેમના વિઝા અને દસ્તાવેજો પૂરા હતા, પરંતુ કસ્ટમ ડ્યુટીમાં અચાનક વૃદ્ધિને કારણે, ભારતીય આયાતકારો તેમના શિપમેન્ટનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી રહ્યા છે, જેને કારણે તેમણે ગંભીર સ્થિતિ અને નુકસાન થયુ છે. વર્તમાનમાં અટારી બોર્ડર પર ઓછાંમાં ઓછાં 450 ટ્રક છે, જેમાં ઓછાંમાં ઓછાં 95000 બેગ સિમેન્ટ અને હજારો ટન જિપ્સમ તેમજ ગ્રેનાઈટ છે.

જણાવી દઈએ કે ભારત, પાકિસ્તાનને ટામેટા, કોબી, ખાંડ, ચા, ઓઈલ કેક, પેટ્રોલિયમ ઓઈલ, કોટન, ટાયર, રબર સહિત 137 વસ્તુઓનું નિર્યાત કરે છે. તેને અટારી-વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાનમાંથી નિર્યાત કરવામાં આ છે. જ્યારે ભારત પાકિસ્તાનને જમરૂખ, કેરી, અનાનસ, ફેબ્રિક કોટન, સાયક્લિક હાઈડ્રોકાર્બન, પેટ્રોલિયમ ગેસ, પોર્ટલેન્ડ સિમેન્ટ, કોપર, વેસ્ટ અને સ્ક્રેપ, કોટન યાર્ન જેવા 264 પ્રમુખ ઉત્પાદનોની આયાત કરે છે, તેને પાકિસ્તાન ઉરી, પુંછ અને મુઝફ્ફરાબાદ ત્રણ રસ્તેથી ભારતમાંથી આયાત કરે છે.

About admin

Check Also

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન …