Breaking News
Home / News / જો કોઈ નું નામ મતદાર યાદી માં ના હોય તો, મતદાર યાદી માં નામ નોંધવા માટેની વધુ એક તક

જો કોઈ નું નામ મતદાર યાદી માં ના હોય તો, મતદાર યાદી માં નામ નોંધવા માટેની વધુ એક તક

 

લોકસભા ની સામાન્ય ચૂંટણી – ૨૦૧૯

તારીખઃ૨૩/૨/૨૦૧૯ (શનિવાર) અને ૨૪/૨/૨૦૧૯ (રવિવાર) ના રોજ ખાસ જુમ્બેશ

મતદાર યાદી માં નામ નોંધવા/ કમી કરવા/ ફોટો/ વિગતો સુધારવા/ સ્થળ ફેરફાર કરવા શું કરશો?

(૧) તારીખ ૧/૧/૨૦૧૯ ના રોજ ૧૮ વર્ષ પુરા થયા હોય કે તેથી વધુ ઉંમર ના નાગરિકોનું નામ નોંધવા માટે (નમૂના-૬) (ઉમર તથા રહેઠાણ ના પુરાવા સહીત)માં અરજી કરવી.
(૨) નમૂના – ૬ માં આપનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો નીય જગ્યા એ ચોંટાડવો, જેથી નામ દાખલ કરતી વખતે આપણા નામ ની સામે આપનો ફોટો પણ આવી શકે.
(૩) મતદાર યાદી માં કોઈ નામ સામે વાંધો લેવાનો હોય તો તે માટે અથવા મતદાર યાદી માં નામ કમી કરવા નમૂના – ૭ માં અરજી કરવી.
(૪) મતદાર યાદી માં નોંધાયેલા ઉમેદવાર નું નામ, ફોટો, તથા અન્ય માહિતી સુધારવા માટે નમૂના – ૮ માં અરજી કરવી.
(૫) એક જ વિધાન સભાના એક વિભાગ માંથી બીજા વિભાગ માં નામ ની બદલી કરવા માટે નમૂના – ૮ (ક) માં અરજી કરવી.

ખાસ નોંધ:

તારીખ ૨૩/૨/૨૦૧૯ ના બપોર ૧૨-૦૦ થી સાંજે ૫-૦૦ અને તારીખ ૨૪/૨/૨૦૧૯ ના સવાર ના ૧૦-૦૦ થી સાંજના ૫-૦૦ સુધી આપણા વિસ્તાર ના મતદાન મથકો એ મતદાર નામ ની ચકાસણી કરી શકસો, તેમજ ભરેલ અરજી તે સ્થળ પર પરત કરી શકસો.

 

મતદાર યાદી માં નામ કેવી રીતે ચકાસી શકાશે???

https://www.nvsp.in/ પર ઓનલાઇન
ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર કચેરી ના સમય પર ફોન કરી ને.
ચૂંટણી પંચ ની એન્ડ્રોઇડ મોબાઈલ અપ્પ VOTER HELPLINE દ્વારા

યાદ રાખો

આપણી પાસે મતદાર ફોટો ઓળખ પાત્ર હશે પણ પ્રવર્તમાન મતદાર યાદી માં નામ નહિ હોય તો આપ મતદાન કરી શકસો નહિ, આથી જો આપણી પાસે મતદાર ફોટો ઓળખપત્ર હોય તો મતદાર યાદી માં આપણું નામ અવશ્ય ચકાસો.

About admin

Check Also

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન …