Breaking News
Home / News / સુસાઈડ પહેલા મહિલા ટીચરે એક રૂમાલની બન્ને સાઈડમાં ભાઈ-મંગેતરને લખ્યા 2 લેટર, લખ્યું- હું એક સારી બહેન નથી અને ના તો પત્ની…સોરી ભાઈ અને સોરી બાબૂ(પતિ)

સુસાઈડ પહેલા મહિલા ટીચરે એક રૂમાલની બન્ને સાઈડમાં ભાઈ-મંગેતરને લખ્યા 2 લેટર, લખ્યું- હું એક સારી બહેન નથી અને ના તો પત્ની…સોરી ભાઈ અને સોરી બાબૂ(પતિ)

પતિ જે ઈચ્છે હું તેને નથી આપી શકતી…સુસાઈડ નોટમાં લખી આવી લાઈન

નેશનલ ડેસ્ક/ભરતપુર(રાજસ્થાન): બુધવારે એક ટીચરે તેના દુપટ્ટાથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે બે દિવસ પહેલા જ તેના કાકાની પુત્રવધૂ એટલે કે ભાભીના ઘરેથી આવી હતી. ઘટના સ્થળેથી પોલીસને રૂમાલની બન્ને તરફ લખેલી સુસાઈડ નોટ પણ મળી છે. બન્ને એક મહિના પહેલા એટલે કે 18 અને 19 ડિસેમ્બર, 2018ના રોજ લખવામાં આવેલા છે. તેમાં એક પત્ર તેણે તેના નાના ભાઈ અને બીજો પત્ર મંગેતરને લખ્યો છે. ખાસ વાત એ છે કે, બન્ને પેદમાં મૃતકાએ સારી બહેન અે સારી પત્ની ન બનવાનો પશ્ચાતાપ કર્યો છે. તે પણ ત્યારે જ્યારે તેના લગ્ન 10 માર્ચના રોજ થવાના છે. હાલ આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. કારણ કે, તેના બન્ને મોબાઈલ પાસવર્ડથી લોક છે. તપાસ બાદ જ ખબર પડશે કે તેણે છેલ્લે કોને ફોન કર્યો અને કેટલીવાર વાત કરી.

પોલીસ પ્રમાણે, 26 વર્ષીય મૃત નિશા ચૌધરી ટીચર હતી ત્યાં તે ગણેશ વિહાર કોલોની સ્થિત એક મકાનમાં ભાડે રહેતી હતી. બુધવારે સવારે 10 વાગ્યે પોલીસ પર ફોન આવ્યો કે ટીચરનો રૂમ અંદરથી બંધ છે. અવાજ આપતા પણ તે રૂમ નથી ખોલી રહી. તેના પર પોલીસે ઘટના સ્થળે જોઈને જોયું તો નિશા દુપટ્ટાનો ફંદો બનાવીને પંખા પર લટકેલી મળી હતી. તેના પર તેની લાશ ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી લેવામાં આવી. ઘટના વિશે મૃત શિક્ષિકાના પિતા તરફથી આત્મહત્યાનો કેસ દાખલ કરાવ્યો છે.

હું એક સારી બહેન નથી…સોરી ભાઈ

તેના નાના ભાઈના નામે લખેલા પત્રમાં તેણે કહ્યું કે, મારો ભાઈ મને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરે છે. તે મારાથી નાનો છે, પરંતુ તેના પાસેથી મેં જિંદગી જીવવાની રીત શીખી, ઉડવાનું પણ શીખી, વિચાર બદલ્યા, અભિગમો બદલ્યા. તે મારા માટે આખી દુનિયા સાથે લડતો હતો. પરંતુ કોઈ પણ મારી બાજુ જોવે તો તેને મારી સામે નમાવી દેતો હતો, પરંતુ અફસોસ કદાચ મેં આજ સુધી તેને એક પણ ખુશી નથી આપી. હબું એક સારી બહેન નથી. સોરી ભાઈ…

મંગળવારે રાતે મંગેતરે કર્યો હતો ફોન

પિતા ગોપાલ રામે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવ્યો કે, ભાડે પર રહેતી 26 વર્ષીય નિશાની સગાઈ કરેલી હતી. મંગળવારે રાતે 10 વાગ્યે રાહુલે કોલ કરીને નિશા દ્વારા મોબાઈલ રિસીવ ના કરવા વિશે જણાવ્યું હતું. બુધવારે મકાન માલિકે તેની પત્નીના મોબાઈલ પર ફોન કરીને નિશાએ રૂમ નથી ખોલી રહી હોવાનું જણઆવ્યું હતું. તેના પર અમે નગર સ્થિત નિશાના રૂમ પર જઈને જોયું તો તે પંખા પર લટકી રહી હતી.

હું જ પતિના દુઃખનું કારણ છું…

પોતાના મંગેતરના નામે 19 ડિસેમ્બર, 2018ના રોજ લખેલા પત્રમાં નિશાએ કહ્યું કે, મેં મારી જાતને એવા વળાંક પર રાખીને ઉભી કરી દીધી છે, જ્યાં માત્ર અને માત્ર…છે. એક વાત અને શબ્દો લખવા માટે હું જે કાગળનો ઉપયોગ કરી રહી છું, તે મારા પતિના લોહીથી ખરડાયેલો છે. જે મારો કાન્હા(પતિ) ઈચ્છે છે, હું તેને નથી આપી રહી. આ આખી દુનિયામાં કોઈ એવી પત્ની હશે કે જે તેના પતિના દુઃખનું કારણ બનેલી હોય. નહીં હોય કોઈ પણ, પરંતુ હું કહું, એવી પત્ની છું હું. હું એક સારી પત્ની નથી અને આ પત્નીનો પતિ બહુ સારો છે. સોરી બાબૂ(પતિ).

ઘરમાં ચાલી રહી હતી લગ્નની તૈયારીઓ

મૃત ટીચર નિશા ચૌધરીના 10 માર્ચના રોજ લગ્ન થવાના હતા. મંગેતર રાહુલ પણ શિક્ષક છે. ઘરના લોકો તેના લગ્નની તૈયારીમાં લાગેલા હતા. ગોપાલ રામ જાટે જણાવ્યું કે, તેણે નિશાને સોમવારે સારા માહોલમાં ઘરેથી મોકલી હતી. આત્મહત્યા કરવા જેવું પગલું ભરવાનું કોઈ કારણ જણાવાતું નહોતું. આખો પરિવાર લગ્નની તૈયારીમાં લાગેલો હતો. ગત 16 જાન્યુઆરીના રોજ તેના ભાઈની પુત્રવધૂનું નિધન થવાના કારણે તેણે નિશાને એક દિવસની રજા લઈને ઘરે બોલાવી હતી.

About admin

Check Also

પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું

પાકિસ્તાનમાં હિન્દૂઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું એક મંત્રીને મોંઘુ પડી ગયું હતું. પાકિસ્તાનના મંત્રી ફયાઝુલ હસન …