Breaking News
Home / News / ગરીબોના બેંક ખાતામાં અચાનક રૂપિયાનો વરસાદ થતા ચકચાર

ગરીબોના બેંક ખાતામાં અચાનક રૂપિયાનો વરસાદ થતા ચકચાર

દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે…આ કહેવત તો તમે સૌ કોઈએ સાંભળી જ હશેને? જો તમારા બેંક ખાતામાં અચાનક રૂપિયા જમા થવા લાગે, તો તમને કેવું લાગે? ચોક્કસ તમે ખુશ જ થાવ. આવી જ ખુશી પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના લોકોને થઈ રહી છે. અહીના 150થી વધુ લોકોના બેંક ખાતાઓમાં અચાનક 2 હજાર થી 24 હજાર રૂપિયા જમા થઈ રહ્યાં છે. એક તરફ ખાતાધારકોની ખુશીનો પાર નથી, તો બેંકના અધિકારીઓ માટે આ મુશ્કેલી માથાના દુખાવા સમાન બની છે. ભેદી રીતે બેંકના ખાતાઓમાં રૂપિયા ક્યાંથી આવી રહ્યાં છે?

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લા સ્થિત કટવા મંડળમાં લગભગ 150થી વધુ ગરીબ લોકોના બેંક ખાતામાં 2 હજારથી લઈને 24 હજાર રૂપિયા અચાનક જમા થવા લાગ્યા છે. આ અંગે બેંક અધિકારીઓનું માનવું છે કે, આ તમામ રકમ એક્સિસ બેંકના એમઈએફટી માધ્યમ દ્વારા આ બેંકોમાં જમા કરવામાં આવ્યા છે. બેંક ઓફ ઈન્ડિયાની કટવા શાખાના મેનેજર ધર્મદાસ મંડલે જણાવ્યું કે, જે રૂપિયા જમા કરવામાં આવ્યા છે, તે તમામ 1 જાન્યુઆરી 2019ના રોજ જમા કરવામાં આવ્યા છે. કોઈના ખાતામાં 2 હજાર, તો કોઈના ખાતામાં 24 હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

intoday.in

આ અંગે કટવા મંડળના અધિકારી સૌમેન પાલે જણાવ્યું કે, તેમને પણ આ મામલાની જાણકારી મળી છે. જ્યાં સુધી તમામ બાબતની તપાસ ના થાય, ત્યાં સુધી કંઈ પણ કહેવું અશક્ય છે. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય શાહનવાજ હુસેને જણાવ્યું કે, આ રૂપિયા કોઈ યોજના અંતર્ગત લોકોના બેંક ખાતામાં જમા થઈ રહ્યાં છે કે કેમ? તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ગત ચૂંટણીમાં લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાની વાત કરી હતી. આથી થઈ શકે છે કે, ચૂંટણી નજીક આવતા લોકોના બેંક ખાતામાં છૂપીરીતે રૂપિયા જમા કરાવવામાં આવી રહ્યા હોય.

About admin

Check Also

ગુજરાતના ધારાસભ્યએ ખેડૂતોના દેવા માફીનું બીલ વિધાનસભામાં રજૂ કર્યું

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે,  બજેટ સત્રમાં ધારાસભ્યો દ્વારા પ્રજાલક્ષી બિલ રજૂ કરવામાં …