Breaking News
Home / Viral / તળાવ બનાવવામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો, તળાવ બન્યા નથી પણ નાણાં ચૂકવાયા

તળાવ બનાવવામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો, તળાવ બન્યા નથી પણ નાણાં ચૂકવાયા

સમગ્ર ગુજરાત રાજ્યમાં જમીન વિકાસ નિગલ લી. (G.L.D.C.) દ્વારા ખેત તલાવડીઓ અને ચેકડેમોના તેમજ તળાવ ઊંડા ઉતારવાના અનેક જિલ્લાઓમાં કૌભાંડો અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા આચરવામાં આવેલા જે સબબની ગુજરાત રાજ્યમાં અનેક ફરિયાદો ACB દાખલ કરાયેલી છે. રાષ્ટ્રીય નાણાના ભ્રષ્ટાચાર આચરનારની સામે તપાસ ચાલુ હોઈ આવું જ અન્ય જિલ્લાઓની જેમ અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના મોજે. બાલાપુર ગામમાં ચેકડેમ તલાવડીના કામમાં જમીન વિકાસ નિગમ લી. અમરેલીના અધિકારીઓના મેળા પીપણાથી મોજે બાલપુર તાલુકો બગસરા ગામની ગૌચરની સરકારી જમીન સર્વે નં. 292/1AAaમાં સીમ તલાવડી 1થી 3 માટે તારીખ 27/07/2017 ના રોજ ચેક દ્વારા રીટાબેન આર. પાદરીયાને રૂ.10,30,509 અને એના એજ સર્વે નંબર માં 3 વોટર હાર્વેસ્ટર માટે મનોજભાઈ પી. પાદરીયાને તારીખ 20/07/2017 ના રોજ ચેક દ્વારા રૂ. 11,74,295 ચુકવવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર સર્વે નં. 273/p1. માં ત્રણ ચેકડેમ માટે તા. 22/03/2018 રોજ ચેક દ્વારા અજય રમેશભાઈ હીરપરાને રૂ. 11,72,054 અને તેના તે સર્વે નંબરમાં ત્રણ સીમ તલાવડીઓ માટે તા. 27/07/2017 રોજ ચેક દ્વારા રૂ. 9,48,726 હીનાબેન પી. પાદરીયાને ચૂકવવામાં આવ્યા હતા. તે ઉપરાંત સર્વે નં. 264/1, માં સીમ તલાવડી માટે તા. 20/04/2017ના રોજ ચેક દ્વારા મિલન ભગવાનજીભાઈ ભૂત ને રૂ. 4,49,631 ચૂકવવામાં આવ્યા હતા.
આમ કુલ મળી રૂપિયા 47,75,215 ની રકમ તળાવ બન્યા વગર બારોબાર ચૂકવી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સ્થળ ઉપર તપાસ કરતા આવા પ્રકારના કોઈ કામોનું કોઈ પ્રકારનું અસ્તિત્વ જ નથી. પરંતુ જે તે સમયના ફિલ્ડ ઓફિસર પી.પી. પાદરીયાની સરકારી નાણામાં ભ્રષ્ટાચાર કરવાની કોઠાસુજથી ચોખ્ખે ચોખો પોતાના મળતિયા અને ફેમીલી મેમ્બરના નામે રકમ ચૂકવી અને તેનો સીધો ફાયદો મેળવેલ છે.
તે ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે, આમ સમગ્ર જીલ્લાની અંદર તપાસ કરવામાં આવે તો બીજા જીલ્લામાં થયેલ આ બાબતના કૌભાંડ અનેક ગણું મોટું કૌભાંડ જેમાં ખેત તલાવડીઓ – ચેકડેમો અને તળાવ ઊંડા ઉતારવાના કામોના અમરેલી જીલ્લાની અંદર સરકારી અધિકારીઓ G.L.D.C. ના વિભાગમાં ફરજ બજાવી ગયેલ અનેક વર્ષોથી કૌભાંડ આચરી કોઈ નિવૃત થયેલ છે અને કોઈ સરકારના નિગમ બંધ કરવાના નિર્ણયથી અન્ય વિભાગમાં ફરજ બજાવી રહ્યાં છે. આમ અગાઉના વર્ષોમાં પણ આ જીલ્લામાં તળાવ ઊંડા ઉતારવાના વાવચરોમાં જે.સી.બી. નંબરો દર્શાવેલા અને આ નંબરો આર.ટી.ઓ. માં તપાસ કરાવતા મોટર સાયકલ અને કાર ના નીકળેલા અને પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકામાં સત્ય હકીકત આર.ટી.આઈમાં સામે આવી હતી.  રાજ્યોમાં થયેલ કૌભાંડોને લઈને સરકારી બાબુઓ વિરુધ કાયદેસર કરવા નાથાલાલ સુખડીયાએ ફરિયાદ કરી છે.

About admin

Check Also

પાકિસ્તાની વેપારીઓને ફટકો, 9 દિવસોથી વાઘા-અટારી બોર્ડર પર ઊભી છે 450 ટ્રકો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર રાજકીય અને આર્થિક મોરચે અત્યારસુધીમાં ઘણી કાર્યવાહી કરી …