Breaking News
Home / Viral / 31st પાર્ટીઃ સિનેમાઘરોની જેમ પોલીસ સ્ટેશનો થયા ‘હાઉસફૂલ’

31st પાર્ટીઃ સિનેમાઘરોની જેમ પોલીસ સ્ટેશનો થયા ‘હાઉસફૂલ’

રાજ્યમાં યુવા હૈયાઓ મન મૂકીને 31 ડિસેમ્બરની ઉજવણીની સાથે સાથે નવા વર્ષને વધાવ્યું. જો કે નવા વર્ષની ઉજવણીને પગલે પ્રોહિબિશનના અનેક કેસ નોંધાયા છે. તેમજ વલસાડ પોલીસે ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો અને તેમજ 650થી પણ વધારે લોકોને પકડયા હતા. જો કે અમદાવાદમાં પણ 200થી વધારે પ્રોહિબિશનના કેસ થયા છે. તેમજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા યુવાનો સહિત યુવતીઓ પણ સામેલ છે. જો કે વલસાડ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો આખુ હાઉસફૂલ થઈ ગયું છે.

31 ડિસેમ્બરની ઉજવણીને પગલે વલસાડ જિલ્લામાં લોકો દારૂપીને રાજ્યમાં આવતા લોકોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમજ તેમની ધરપકડ કરવામાં આવતા પોલીસ સ્ટેશન હાઉસફૂલ થઈ ગયા છે. ગુજરાતમાં વલસાડ પોલીસે દારૂડિયાઓ માટે જોરદાર કાર્યવાહી કરી છે. તેમજ દરરોજ જિલ્લામાં 650થી વધારે લોકોને દારૂના નશામાં 31 ડિસેમ્બરે પકડવામાં આવ્યા છે. તેમજ વલસાડ પોલીસ સ્ટેશનમાં દારૂડિયાઓ માટે જગ્યા ઓછી પડી હતી. જેની તસવીરો જોઈને તમે પણ શોક થઈ જશો તેમજ પોલીસ સ્ટેશનમાં પગ મૂકાય તેવી હાલત પણ નહતી.

પોલીસે 31 ડિસેમ્બરની ઉજવણી કરીને દારૂના નશામાં રાજ્યમાં પ્રવેશ કરતા અને રાજ્યમાં જ દારૂના નશામાં ડોલતા લોકોને પોલીસે ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. તેમજ વાપીમાંથી 152, પારડીમાં 205 તેમજ વલસાડના 60 લોકોને નશાની હાલતમાં ધકપકડ કરવામાં આવી હતી. તેમજ પોલીસ સ્ટેશનમાં આ લોકોને ક્યા રાખવા તે અંગે પોલીસ સ્ટેશનમાં આ લોકને રાખવા માટે જગ્યા પણ ઓછી પડી ગઈ હતી.

તે સિવાય અરવલ્લીની વાત કરીએ પોલીસે 31 ડિસેમ્બરની રાત્રીએ 20 લોકોને દારૂના નશામાં પકડયા હતા તેમજ ચાર લોકો દારૂ પીને ગાડી ચલાવતા હોવાથી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમજ અન્ય 16 લોકોને પીધેલી હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમજ વડોદરામાં પોલીસે 31 ડિસેમ્બરની ઉજવણીમાં બે મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમજ માંજલપુર પોલીસે પણ 245 ક્વાર્ટર સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

તમને જણાવી દઈએ કે બનાસકાંઠામાં 31 ડિસેમ્બરને પગલે જિલ્લા પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પોલીસે 281 જેટલા કેસ 31 ડિસેમ્બરના રોજ નોંધ્યા છે. જેમાં દારૂના નશામાં કાર ચલાવતા લોકો, દારૂ પીધેલા લોકોની સામે પોલીસે કાયર્વાહી શરૂ કરી છે.

About admin

Check Also

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન …