Breaking News
Home / Viral / રસ્તા વચ્ચે જંગલના રાજાઓ કરી રહ્યાં હતા આરામ, રાષ્ટ્રપતિને રોકાઇ જવું પડ્યું

રસ્તા વચ્ચે જંગલના રાજાઓ કરી રહ્યાં હતા આરામ, રાષ્ટ્રપતિને રોકાઇ જવું પડ્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાછલા બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમને પ્રથમ દિવસ કચ્છના સફેદ રણની મજા માણી હતી અને આખો દિવસ ત્યાંજ વિતાવ્યો હતો. જ્યારે બીજા દિવસે રાષ્ટ્રપતિ પરિવાર સાથે સાસણ ગીરમાં સિંહ દર્શન માટે ગયા હતા. સિંહ દર્શન કરીને રાષ્ટ્રપતિ કોવિંદ ખુબ જ ખુશ થઈ ગયા હતા.

જ્યારે રાષ્ટ્રપતિને ગીરના રાયડી વિસ્તારમાં સિંહો દર્શન માટે લઈ જવાઈ રહ્યાં હતા, તે દરમિયાન તેમને એક સાથે 15 સિંહો નજરે પડી ગયા હતા. રાષ્ટ્રપતિ કોવિંગ પણ એકસાથે 15 સિંહો જોઈને ભાવૂક થઈ ગયા હતા. આ સાથે જ તેમનું પરિવાર પણ સિંહ અને સિંહબાળને જોઈને ખુશ-ખુશાલ થઇ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિનો કાફલો જ્યારે રાયડી વિસ્તારમાંથી પ્રસાર થતો હતો, ત્યારે 15 વનરાજો એક સાથે નજરે પડ્યા હતા. તેમાંથી કેટલાક વનરાજો રસ્તામાં બેસેલા હોવાથી રાષ્ટ્રપતિના કાફલાને પણ થોડી વાર સુધી ત્યાંજ રોકાવું પડ્યું હતું. જંગલના રાજાઓને ખલેલ ના પડે તે માટે રાષ્ટ્રપતિ ઘણી વાર સુધી રસ્તા વચ્ચે તેમની ઉઠવાની રાહ જોઇ હતી. તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ સાથે વનવિભાગના અધિકારીઓનો કાફલો પણ જોડાયો હતો.

રાષ્ટ્રપતિ કોવિંદે સિંહોના દર્શન કરીને આનંદ વ્યક્ત કર્યો હતો, તેમજ તેમના પરિવારને પણ સિંહ દર્શન કરીને ખુબ જ મજા આવી હતી. રાષ્ટ્રપતિ સિંહ દર્શન બાદ ઓડિટોરિયમમાં સાંસ્કૃતિ કાર્યક્રમ નિહાળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તમેને સિદ્દીઓનું ફેમસ ધમાલ નૃત્યુની મજા માણી હતી, જે તેમના માટે ખાસ રીતે આયોજિત કરવામાં આવ્યું હતું.

About admin

Check Also

પાકિસ્તાની વેપારીઓને ફટકો, 9 દિવસોથી વાઘા-અટારી બોર્ડર પર ઊભી છે 450 ટ્રકો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર રાજકીય અને આર્થિક મોરચે અત્યારસુધીમાં ઘણી કાર્યવાહી કરી …