Breaking News
Home / Viral / ભચાઉ અકસ્માત: એક સાથે 10 અર્થીઓ ઉઠતા ગામ હિબકે ચડ્યું, લોકો રડયા ચોધાર આસુએ

ભચાઉ અકસ્માત: એક સાથે 10 અર્થીઓ ઉઠતા ગામ હિબકે ચડ્યું, લોકો રડયા ચોધાર આસુએ

રવિવારે એટલે કે, ગઈ કાલે ભચાઉ પાસે ટ્રિપલ અકસ્માત બનાવમા એક જ પરિવારના 10 લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે આજે સવારે એટલે કે, સોમવારે એકસાથે તમામ મૃતક લોકોની અર્થી ઉઠતા સમગ્ર માહોલ ગમગીની છવાઇ ગઈ હતી. ગામના લોકો ચોધાર આસુએ રડી પડ્યા હતા. ગામના લોકો અને શ્રેણ-સંબંધીઓએ અશ્રુ અને ભારે હ્રદય સાથે સાથે મૃતક પરિવારજનોના દરેક સભ્યને વિદાય આપી હતી. જ્યારે ગામમાંથી અર્થીઓ ઉઠી તે સમયે સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું. એકસાથે 10 લોકોની અંતિમયાત્રા નીકળતા ગામમાં શોકની લાગણી છવાઇ છે.

કચ્છમાં ભચાઉ તાલુકાના મોટી ચિરાઈ પાસે ગઈકાલે સાંજના સમયે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બંને મહાકાય વાહનો વચ્ચે કાર આવી જતા તેનું કચ્ચરઘાણ વળી ગયું હતું. આ કારમાં સવાર દસ 10 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. ગાડીમાંથી મૃતદેહ નિકાળવા માટે પણ ક્રેનની મદદ લેવી પડી હતી. અકસ્માત અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને 2 કલાકની જહેમત બાદ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા.

આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવાર મૂળ રાજસ્થાનનો છે જોકે, તે પાછલા ઘણા વર્ષોથી ભુજમાં જ વસી ગયો હતો. આ પરિવાર કબરાઉ ખાતે મોગલ માતાજીના દર્શન કરવા માટે ગયો હતો. જ્યાંથી દર્શન કરીને પરત ફરતી વખતે આ અકસ્માત નડ્યો હતો. મૃત્યુ પામનારાઓમાં 5 મહિલાઓ હતી. એક સાથે 10 લોકોના મોતથી આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ઉભો થયો છે અને અરેરાટી ફેલાઈ ગઈ છે.

About admin

Check Also

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન …