Breaking News
Home / Viral / પાકની BAT ટીમના બે ઘૂસણખોરને સેનાએ માર્યા ઠાર, નવા વર્ષે હુમલાની હતી તૈયારી

પાકની BAT ટીમના બે ઘૂસણખોરને સેનાએ માર્યા ઠાર, નવા વર્ષે હુમલાની હતી તૈયારી

નવા વર્ષથી પહેલા હિન્દુસ્તાનની જમીન પર ખૌફ ફેલાવવા માટે પાકિસ્તાની આતંકીઓના ઈરાદાઓ ભારતીય સેનાએ પાણી ફેરવી નાંખ્યું છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલ લાઈન ઓફ કંટ્રોલ (LOC) પર 30 ડિસેમ્બરે નૌગામ સેક્ટરમાં ભારતીય જવાનોએ પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી. આ કાર્યવાહી દરમિયાન ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. જ્યારે મોટી માત્રામાં હથિયાર જપ્ત કર્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાની BAT ટીમ એલઓસી પાસે જંગલમાં ભારી માત્રામાં હથિયાર સાથે આવી રહ્યાં હતા, જ્યારે તેઓ બોર્ડર પાસે હતા ત્યારે પાકિસ્તાની સેનાએ તેમને કવર કરવા માટે સતત ભારત પર ફાયરિંગ કરી હતી.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ભારતીય સેનાએ પાકિસ્તાની બેટ ટીમના આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે. આ હુમલામાં ભારતે બે પાકિસ્તાની સેનાના જવાનોને પણ મારી પાડ્યા હતા. બેટ ટીમના ઓપરેશનને નિષ્ફળ કર્યા બાદ સેનાના જવાનોએ જંગલમાં સર્ચ ઓપરેશન કર્યું હતું.

સેનાએ ઘૂસણખોરેને લઈને કહ્યું કે, ઘૂસણખોરો ફોજીઓની કપડા પહેરીને આવ્યા હતા અને તેમના પાસે ઘણો બધો સામાન હતો. તેમના પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે, જે ચીજો તેમની પાસેથી મળી આવી છે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે, તેઓ ભારતીય પોસ્ટ પર હુમલો કરવા માટે આવી રહ્યાં હતા.

સેનાનું કહેવું છે કે, પાકિસ્તાની સેના આ BAT ટીમને પ્રોટેક્શન આપી રહી હતી, તેથી અમે તેમને અપીલ કરીશું કે, તેઓ પોતાના બે ઘૂસણખોરોની લાશ પરત લઈ જાય.

શું છે ‘BAT’?

બેટ (BAT)નું આખું નામ બોર્ડર એક્શન ટીમ છે. આના વિશે સૌથી પહેલા ઓગસ્ટ 2013માં ખબર પડી હતી. ત્યારે આ ટીમે એલઓસી પર પેટ્રોલિંગ કરી રહેલ ભારતીય સેનાની ટૂકડી પર નિશાન બનાવ્યો હતો.

અસલમાં આ PAKની સ્પેશ્યલ ફોર્સમાંથી લેવામાં આવેલ સૈનિકનું એક ગ્રુપ છે. આશ્ચર્યની વાત તે છે કે, BATમાં સૈનિકો જેવી ટ્રેનિંગ મેળવેલ આતંકવાદીઓ પણ છે. BATને LOCમાં 1થી 3 કિલોમીટર સુધી અંદર ઘુસીને હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવી છે.

બેટને સ્પેશ્યલ સર્વિસ ગ્રપ એટલે એસએસજીએ તૈયાર કરી છે. આ બધી જ પ્લાનિંગ સાથે એટેક કરે છે. આ ટીમ પહેલા ગુપ્ત રીતે ઓપરેશનને અંજામ આપતી હતી પરંતુ હાલમાં તે મીડિયાના કારણે સમાચારોમાં રહેવા લાગી છે.

About admin

Check Also

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન …