Breaking News
Home / Sports / માતાની એક શરતે બૂમરાહની કિસ્મત પલટી, બની ગયો યોર્કર કિંગ

માતાની એક શરતે બૂમરાહની કિસ્મત પલટી, બની ગયો યોર્કર કિંગ

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આજે વિરાટ કોહલી પછી સૌથી મોટો મેચ વિનર કહેવામાં આવે તો તે કંઈ ખોટું નથી. જમણા હાથેથી બોલ નાંખતા આ ઝડપી બોલરે પોતાની ધારદાર બોલિંગથી સૌ કોઇના છક્કા છોડાવી દીધા છે. બૂમરાહની ધીમી અને યોર્કર વિરોધી બોલિંગ બેટ્સમેનો માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. જોકે, ઘણાં ઓછા લોકો જાણે છે કે બૂમરાહની અંદર યોર્કર નાંખવાનું આ શ્રેષ્ઠ ટેલેન્ટ ક્યાંથી આવ્યું? ચાલો અમે તમને જણાવીએ બુમરાહના યોર્ક કિંગ બનવાની ઈન્ટરેસ્ટિંગ વાર્તા…

જ્યારે જસ્પ્રીત બૂમરાહ ફક્ત 12 વર્ષનો હતો ત્યારે તેઓ ઉનાળામાં બપોરે ઘરની અંદર બોલિંગનો અભ્યાસ કરતો હતો. જો કે, જ્યારે આ બોલર ઘરની અંદર પ્રેક્ટિસ કરતો હતો તેનાથી ઘણો અવાજ આવતો હતો જેનાથી તેની માતાની ઊંઘમાં વિક્ષેપ પડતો હતો. વારંવાર આવતા અવાજથી હેરાન થઇને બૂમરાહની માતાએ તેની સામે એક શરત મૂકી. માતાએ કહ્યું કે તે બૂમરાહને ત્યારે જ ઘરની અંદર રમવા દેશે જ્યારે તે બોલથી બને એટલો ઓછો અવાજ કરશે. 12 વર્ષના બૂમરાહે આ સમસ્યાનો સરસ ઉપાય નિકાળ્યો.

બૂમરાહ બોલની ટપ્પી એ જગ્યાએ મારવા લાગ્યો જ્યાં ફ્લોર અને દીવાલનો નીચેનો ભાગ બંને મળતા હતા. તેનાથી અવાજ પણ ઓછો થતો હતો અને જોતજોતામાં બૂમરાહની યોર્કર પણ પરફેક્ટ થઈ ગઈ. જો કે, બૂમરાહે પોતાની યોર્કરને આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં રહીને ચકાસી. શ્રીલંકાના સૌથી ઝડપી બોલર લસિથ મલિંગાએ બૂમરાહને યોર્કર અને ધીમી યોર્કર અંગે ઘણી મહત્વની વાતો જણાવી. જેના કારણે તે આજે એક મોટો બોલર બન્યો છે.

મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બૂમરાહે 6 વિકેટ લીધી હતી. જેમાંથી તેણે યૉર્કર બોલ પર 4 વિકેટ મેળવી હતી. ડાબોડી બેટ્સમેન શોન માર્શ બૂમરાહના પ્રથમ યોર્કરનો શિકાર બન્યો હતો. બૂમરાહની ખૂબ જ ધીમી યોર્કર પર માર્શ આઉટ થઈ ગયા અને અમ્પાયરે તેને એલબીડબલ્યુ નામ આપવામાં આવ્યું. ત્યારબાદ બૂમરાહે ટ્રેવિસ હેડને યોર્કર પર બોલ્ડ કરી દીધો. નાથ લાયન અને જોશ હેઝલવુડ પણ બૂમરાહની યોર્ક પર પેવેલિયન પરત ફર્યા.

About admin

Check Also

પાકિસ્તાની વેપારીઓને ફટકો, 9 દિવસોથી વાઘા-અટારી બોર્ડર પર ઊભી છે 450 ટ્રકો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર રાજકીય અને આર્થિક મોરચે અત્યારસુધીમાં ઘણી કાર્યવાહી કરી …