Breaking News
Home / Viral / જાણો દારુની મહેફિલમાંથી પોલીસે પૂછપરછ કરી છોડી મૂકી એ રશિયન યુવતી કોણ છે

જાણો દારુની મહેફિલમાંથી પોલીસે પૂછપરછ કરી છોડી મૂકી એ રશિયન યુવતી કોણ છે

 

અમદાવાદમાં ખૂબ જ ચર્ચિત BMW કેસના આરોપી વિસ્મય શાહને પોલીસે દારુની મહેફિલ માણતો પકડી લીધો હતો. તેની સાથે અન્ય 6 લોકો પણ સામેલ હતા જેમને પોલીસે પકડી લીધા હતા. આ મહેફિલમાં એક રશિયન યુવતી પણ સામેલ હોવાથી ચર્ચામાં આવી હતી. પરંતુ તેની પાસે દારુની પરમીટ હોવાથી પોલીસે પૂછપરછ કરી જવા દીધી હતી.

વિસ્મય શાહ તેની પત્ની અને અન્ય 4 લોકો સાથે દારુની મહેફીલ માણતો પકડાઈ ગયો હતો. પોલીસે વિસ્મય શાહ, ચિન્મય શાહ અને વિસ્મયની પત્ની સહિત 6 લોકોની ધરપકડ કરી લીધી છે. આ મહેફિલમાં એક રશિયન યુવતી પણ હતી જેને પોલીસે પૂછપરછ કરી છોડી મૂકી હતી તે ચિન્મય શાહની પત્ની હોવાનુ બહાર આવ્યુ છે.

જેના ઘરે મહેફિલ આયોજન કરવામાં આવ્યુ હતુ તે ચિન્મય પટેલ વિસ્મય શાહનો સાળો છે. 13 ડિસેમ્બરના રોજ વિસ્મય શાહના લગ્ન પૂજા પટેલ સાથે થયા હતા. તેમણે હાઈકોર્ટ સમક્ષ હનિમૂન માટે બહાર જવાની મંજૂરી માગી હતી પરંતુ કોર્ટે તે મંજૂર કરી નહોતી. તેથી આ લોકોએ સાથે મળીને ક્રિસમસ અને લગ્નની પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

પોલીસે જેને ફક્ત પૂછપરછ કરી જવા દીધી એ રશિયન યુવતી વિસ્મય શાહના સાળા ચિન્મય શાહની પત્ની હોવાનુ જાણવા મળ્યુ હતુ. ચિન્મય પટેલના માતા-પિતા ડોકટર છે તેમજ તેના દાદા અજિત પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે.

પોલીસે કોની ધરપકડ કરી
1) વિસ્મય શાહ (2013ના BMWહિટ એન્ડ રન કેસનો આરોપી)
2) પૂજા શાહ/પટેલ (વિસ્મયની પત્ની, જે વકીલાતનો અભ્યાસ કરે છે)
3) મંથન શ્યામભાઈ ગણાત્રા (બી.જે મેડિકલ કોલેજના પૂર્વ પીજી ડાયરેકટરનો પુત્ર)
4) હર્ષિત દેવદત્તભાઈ મજુમદાર (બિલ્ડર પુત્ર)
5) મિમાંશા કશ્યપભાઈ બૂચ (વી.એસ. હોસ્પિટલના ડોક્ટર)
6) ચિન્મય ચૈતન્ય પટેલ (ડોક્ટર તેમજ વિસ્મય શાહનો સાળો)

About admin

Check Also

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન …