Breaking News
Home / Sports / બુમરાહની સીક્સરે ઓસ્ટ્રેલિયાને પછાડ્યું, તોડ્યો 39 વર્ષનો રેકોર્ડ

બુમરાહની સીક્સરે ઓસ્ટ્રેલિયાને પછાડ્યું, તોડ્યો 39 વર્ષનો રેકોર્ડ

બુમરાહે શોર્ન માર્શની વિકેટ લઈ 39 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ભારતે પણ પોતાનો 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

  • જસપ્રીત બુમરાહ

    મેલબર્ન: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જોરદાર બોલિંગ કરીને 6 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગમાં 151 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. બુમરાહે 15.5 ઓવરની બોલિંગમાં 33 રન આપીને 6 વિકેટ લીધી છે. આ મેચમાં બુમરાહે શોન માર્શની વિકેટ લઈને 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આટલું જ નહીં બુમરાહ સિવાય ભારતે પણ પોતાનો 39 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

    હકીકતમાં મેલબર્ન ટેસ્ટ દરમિયાન શોન માર્શની વિકેટ સાથે જ બુમરાહે ઈતિહાસ બનાવી દીધો હતો. બુમરાહ પહેલાં એવા ભારતીય બોલર બની ગયા છે જેમણે તેમના ડેબ્યૂ કેલેન્ડર વર્ષમાં (તેના ટેસ્ટ કેરિયરના પહેલાં જ વર્ષે) અત્યાર સુધી 45 વિકેટ લીધી છે.

    બુમરાહે પૂર્વ ભારતીય બોલર દિલીપ દોશીનો 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. આ પહેલાં ભારત તરફથી ડેબ્યૂ કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ સ્પિનર દિલીપ દોશીના નામે હતો. તેણે 39 વર્ષ પહેલાં 1979માં 40 વિકેટ લીધી હતી.

    આ બુમરાહનું ટેસ્ટ ક્રિકેટમાં પહેલું વર્ષ છે. 25 વર્ષના બુમરાહે આ વર્ષે 5 જાન્યુઆરીએ કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે મેલબર્ન ટેસ્ટ પહેલાં 8 ટેસ્ટ મેચમાં એવરેજ 23.66 રન આપીને 39 વિકેટ લીધી હતી.

    ડેબ્યૂ કેલેન્ડર વર્ષ- સૌથી વધારે વિકેટ લેનાર બોલર

    45 વિકેટ- જસપ્રીત બુમરાહ (2018)
    40 વિકેટ- દિલીપ દોશી (1979)
    37 વિકેટ- વ્યંકટેશ પ્રસાદ (1996)
    36 વિકેટ- નરેન્દ્ર હિરવાની (1988)
    35 વિકેટ- એસ. શ્રીસંત (2006)

    આજે બુમરાહની સાથે ભારતીય ટીમે પણ તેમનો એક જૂનો રેકોર્ડ તોડી દીધો છે. આ વર્ષે ભારતના બોલર્સે ટેસ્ટ કિક્રેટમાં કુલ 255 વિકેટ લીધી છે. અને આ રીતે ભારતીય ટીમે પોતાનો પણ 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલાં ભારતીય બોલર્સે એક કેલેન્ડર વર્ષ 1979માં કુલ 249 વિકેટ લીધી હતી.

About admin

Check Also

માતાની એક શરતે બૂમરાહની કિસ્મત પલટી, બની ગયો યોર્કર કિંગ

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આજે વિરાટ કોહલી પછી સૌથી મોટો મેચ વિનર કહેવામાં …