Breaking News
Home / News / વડોદરામાં ટ્રાફિક પોલીસે સરદારજીને આપ્યો મેમો, પછી થઈ જોવા જેવી

વડોદરામાં ટ્રાફિક પોલીસે સરદારજીને આપ્યો મેમો, પછી થઈ જોવા જેવી

રાજ્યભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પણ ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને CCTV કેમેરાની મદદથી ટ્રાફીક પોલીસ દ્વારા ઇ-મેમો આપવામાં આવે છે. ત્યારે આ દરમિયાન પોલીસ દ્વારા એક સરદારજીને મેમો આપવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો.

માહિતી મુજબ સરદારજી વડોદરાના સુરસાગર પાસથી સ્કુટર લઈને પસાર થઈ રહ્યા હતા તે વખતનો ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-મેમો ફટકારવામાં આવ્યો હતો. ઇ-મેમો મળતાની સાથે જ સરદારજીએ તાત્કાલીક 100 રુપિયાનો દંડ પણ ભરી દીધો હતો. જો કે બાદમાં આ મામલો પ્રકાશમાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, જે સરદારજી પાઘડી પહેરે છે તેમને ફરજીયાત હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે આ સરદારજીના માથે પાઘડી ન દેખાતા તેઓને ઇ-મેમો ફટકારવામાં આવ્યો હતો. બાદમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સરદારજીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના વાડી વિસ્તારમાં રહેતા મોહનસિંઘ ઉત્તમસિંઘ ખાલસા બેન્ડવાજાનો વ્યવસાય કરે છે. તાજેતરમાં મોહનસિંઘ પોતાનું સ્કુટર લઇને સવારે સુરસાગર પાસેથી પસાર થઇ રહ્યાં હતા. દરમિયાન રસ્તા પર લાગેલા CCTV કેમેરામાં તેઓ વગર હેલ્મેટે કેઇ થયા હતા. જેથી તેમણે શહેર ટ્રાફીક પોલીસ દ્વારા રૂા. 100ના દંડ સાથે ઇ-મેમો ફટકારવામા આવ્યો હતો.

મોહનસિંઘે જણાવ્યું હતું કે, આ બનાવ પ્રકાશમાં આવતા પોલીસે મારો બે વખત સંપર્ક કર્યો છે. જેમાં પોલીસે કહ્યુ કે અમને CCTV કેમેરામાં તમે પાઘડી પહેરી હોવાનુ ન દેખાતા મેમો આપવામાં આવ્યો છે. જો તમે ઓફીસનો સંપર્ક કર્યો હોત તો તમને અપાયેલો મેમો રદ કરી દેવામાં આવ્યા હોત. કેમ કે હકીકતમાં આ સરદારજીએ પાઘડી પહેરેલી હતી.

મોહનસિંઘે CCTVમાં પાઘડી પહેરેલી ન હોવાનું નજર આવતાં તેમને ઇ-મેમો ફટકારવામા આવ્યો હોવાનું પોલીસે જણાવ્યુ છે.

About admin

Check Also

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન …