Breaking News
Home / Sports / IPLની એકમાત્ર એવી ટીમ જેને ક્યારેય નથી રમી ફાઇનલ મેચ, જાણો અત્યારે

IPLની એકમાત્ર એવી ટીમ જેને ક્યારેય નથી રમી ફાઇનલ મેચ, જાણો અત્યારે

ચેન્નાઇ સુપરકિગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ સૌથી વધુ વખત IPLની ફાઇનલમાં પહોચ્યા છે

ચેન્નાઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ સૌથી વધુ વખત IPLની ફાઇનલમાં પહોચ્યા છે

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન 11નો પ્રારંભ 7 એપ્રિલથી થવા જઇ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ શરૂ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ પેકેજમાં અમે

IPL સિરીઝ હેઠળ તમને કેટલીક રસપ્રદ વાતો જણાવી રહ્યાં છીએ. આજે અમે તમને એક એવી ટીમ વિશે જણાવી રહ્યાં છીએ જે આઇપીએલના ઇતિહાસમાં ફાઇનલમાં પહોચી નથી.

સાત ટીમ રમી ચુકી છે IPL ફાઇનલ

IPL 2018માં રમનારી 7 ટીમ એવી છે જેમણે આઇપીએલના ઇતિહાસમાં ફાઇનલ મેચ રમી છે. જેમાં ચેન્નાઇ સુપરકિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ,

સનરાઇઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ છે.

6 વખત ફાઇનલ રમી ચુકી છે ચેન્નાઇ સુપરકિંગ્સ

ચેન્નાઇ સુપરકિંગ્સે આઇપીએલની ફાઇનલ સૌથી વધુ 6 વખત રમી છે જેમાંથી 2 વખત આ ટૂર્નામેન્ટ જીતી પણ છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સની ટીમે 4 વખત ફાઇનલ મેચ રમી છે જેમાંથી

ત્રણ વખત મુંબઇ ચેમ્પિયન બન્યું છે. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ 2 વખત આઇપીએલની ફાઇનલમાં પહોચ્યુ છે અને બન્ને વખત આ ખિતાબ જીત્યો છે. આરસીબીની ટીમ ત્રણ વખત

આઇપીએલની ફાઇનલમાં પહોચી છે અને ત્રણેય વખત તેને હારનો સામનો કરવો પડ્યો છે.સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સે એક વખત ફાઇનલ મેચ રમી છે અને બન્ને

ટીમોને ફાઇનલમાં જીત મળી છે. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ એક વખત ફાઇનલમાં પહોચી છે જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી ડેરડેવિલ્સ નથી પહોચી શકી ફાઇનલમાં

દિલ્હી ડેરડેવિલ્સની ટીમ ક્યારેય ફાઇનલ મેચ રમી શકી નથી, આ વખતે ગંભીર ઇતિહાસ બદલી શકે છે

About admin

Check Also

માતાની એક શરતે બૂમરાહની કિસ્મત પલટી, બની ગયો યોર્કર કિંગ

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આજે વિરાટ કોહલી પછી સૌથી મોટો મેચ વિનર કહેવામાં …