Breaking News
Home / Sports / વિજયની સદી-ચેતેશ્વરની ફિફટી : ભારત ૨૨૫-૩

વિજયની સદી-ચેતેશ્વરની ફિફટી : ભારત ૨૨૫-૩

 

ભારત – બાંગ્લાદેશ વચ્ચે હૈદરાબાદ ખાતે શરૂ થયેલ એક માત્ર ટેસ્ટમાં ભારતે ટેસ જીતી પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પ્રથમ ઓવરમાં જ ઓપનર લોકેશ રાહુલ તસ્કીન અહેમદની ઓવરમાં બોલ્ડ થતા ભારતે પહેલી વિકેટ ગુમાવી હતી ત્યારબાદ મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી લીધી હતી. મુરલી વિજયે શાનદાર સદી ફટકારી છે. ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતીમાં મુકાઇ ગયું છે. આ લખાય છે ત્યારે ભારતે ૬૦ ઓવરમાં બે વિકેટના ભોગે ૨૨૫ રન બનાવ્યા છે.

હૈદ્રાબાદ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચનો આજથી પ્રારંભ થયો છે. કેપ્ટન વિરાટે ટોસ જીતી દાવ લીધો છે. ઓપન લોકેશ રાહુલ ફેઇલ જતાં વનડાઉન આવેલા ચેતેશ્વરે બાજી સંભાળી લીધી હતી. પૂજારા અને વિજયે બન્નેએ સારી ફટકાબાજી કરી હતી. પૂજારા અંગત ૮૩ રનના જુમલે (૧૭૭ બોલ, ૯ ચોગ્ગા) આઉટ થયો હતો.

આજનો દિવસ મુરલી વિજયનો રહ્યો હતો. તેણે શાનદાર સદી ફટકારી છે. મુરલી ૯૯ રને હતો ત્યારે ચોગ્ગો ફટકારી પોતાની સદી પૂરી કરી હતી. કેપ્ટન વિરાટ કોહલી પણ ૩૧ રને દાવમાં છે.

તસ્કીમ અહેમદ અને મહેંદીહસન મિરાઝે એક-એક વિકેટો ઝડપી હતી.

૧૭ વર્ષમાં પ્રથમ વખત બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ રમવા ભારત આવી છે. તેને વર્ષ ૨૦૦૦માં ટેસ્ટ ટીમનો દરજ્જો મળ્યો હતો.

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ૩૦૦ રન બનાવનાર કરૂણ નાયરનો અંતિમ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો નહતો. કરૂણ નાયરની જગ્યાએ અજિંકય રહાણેનો સમાવેશ કરાયો છે. મેચ પહેલા જ વિરાટ કોહલીએ સંકેત આપ્યો હતો કે એક મેચના અનુભવને કારણે સારા ખેલાડીને પડતો ન મૂકી શકાય.

બન્ને ટીમ આ મુજબે છે : ભારત : મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંકય રહાણે, રિદ્વિમાન સહા, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા

બાંગ્લાદેશ : તમિમ ઇકબાલ, સોમ્ય સરકાર, મોમિનુલ હક, મહમદુલ્લાહ, શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ (કેપ્ટન), સબ્બીર રહેમાન, મહેંદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, તસ્કિન અહેમદ, કામરૂલ ઇસ્લામ રબ્બી. (૧૫.૨)

About admin

Check Also

માતાની એક શરતે બૂમરાહની કિસ્મત પલટી, બની ગયો યોર્કર કિંગ

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આજે વિરાટ કોહલી પછી સૌથી મોટો મેચ વિનર કહેવામાં …