Breaking News
Home / Sports / ધોનીની બ્રાન્ડ વેલ્યુમાં થયો ઘટાડો, વિરાટ નિકળ્યો આગળ

ધોનીની બ્રાન્ડ વેલ્યુમાં થયો ઘટાડો, વિરાટ નિકળ્યો આગળ

 

એક સમયમાં સૌથી વધારે માર્કેટ વેલ્યૂવાળા ક્રિકેટર રહી ચૂકેલા ટીમ ઈન્ડિયાના મહેન્દ્ર સિંહ ધોનીના હવે વળતા પાણી થયા હોય તેવું લાગી રહ્યું છે.

ડિસેમ્બર 2014માં ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી હતી. ધોનીનું માનવું હતું કે, દરેક ફોર્મેટમાં રમવું તેમના માટે શક્ય નથી. ધોનીએ આ નિર્ણય પોતાના પ્રદર્શનને જોઈને લીધો હતો પરંતુ આ નિર્ણયના કારણે માર્કેટમાં તેમની છાપ નબળી પડી છે.

ઘણી બધી મોટી કંપનીઓએ તેમની સાથેના જાહેરાત કરારને અપગ્રેડ કર્યા નથી. તાજેતરમાં જ પેપ્સિકોએ ધોની સાથેના 11 વર્ષના કરારના કરારને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે, અને ધોનીના સ્થાને વિરાટને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યો છે.એક સમયે 18 પ્રોડક્ટ્સનો પ્રચાર કરનાર ધોની પાસે હવે માત્ર 10 પ્રોડક્ટ્સ જ બચી છે.

જ્યારે વિરાટ કોહલીએ ધોનીની સાઈટ કાપતા હાલમાં 14 પ્રોડક્ટ્સ સાથે જોડાયેલો છે. 2014માં એમ એસ ધોનીએ 18 બ્રાન્ડ્સની એડ કરીને 27 મિલિયન ડોલરની કમાણી કરી હતી, જ્યારે 2016માં તેની સંખ્યામાં ઘટાડો નોંધાતા 10 સુધી પહોંચી ગઈ છે. ધોનીનો પ્રતિદિવસનો ચાર્જ 1.5 કરોડ રૂપિયા છે. જ્યારે સચિન અને વિરાચ કોહલીનો ચાર્જ 2 કરોડ રૂપિયા છે.

About admin

Check Also

માતાની એક શરતે બૂમરાહની કિસ્મત પલટી, બની ગયો યોર્કર કિંગ

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આજે વિરાટ કોહલી પછી સૌથી મોટો મેચ વિનર કહેવામાં …