Breaking News
Home / World / અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્‍ડ મુકામે ‘‘ગણેશ મહોત્‍સવ” ઉજવાશે

અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્‍ડ મુકામે ‘‘ગણેશ મહોત્‍સવ” ઉજવાશે

 

૫ સપ્‍ટેં. ૨૦૧૬ સોમવારે ગણેશ સ્‍થાપન : ૧૫ સપ્‍ટેં. ૨૦૧૬ ગુરુવારે વિસર્જન : દૈનંદિન સાંજે ૬ વાગ્‍યે ગણેશપૂજા તથા સાત વાગ્‍યે આરતીનો લહાવો

અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્‍ડ મુકામે ‘‘ગણેશ મહોત્‍સવ” ઉજવાશે : ૫ સપ્‍ટેં. ૨૦૧૬ સોમવારે ગણેશ સ્‍થાપન : ૧૫ સપ્‍ટેં. ૨૦૧૬ ગુરુવારે વિસર્જન : દૈનંદિન સાંજે ૬ વાગ્‍યે ગણેશપૂજા તથા સાત વાગ્‍યે આરતીનો લહાવો

(દિપ્તીબેન જાની દ્વારા)ᅠ : ન્‍યુજર્સી : યુ.એસ. માં મંગલ મંદિર, મેરીલેન્‍ડ મુકામે ગણેશ મહોત્‍સવ ઉજવાશે જે અંતર્ગત ૫ સપ્‍ટેં. ૨૦૧૬ સોમવારે સાંજે ૬ વાગ્‍યે ભગવાન ગણેશજીનું સ્‍થાપન કરાશે. તથા સાંજે ૭ વાગ્‍યે આરતી થશે. જેનો સમય ૧૫ સપ્‍ટેં. ના રોજ પૂર્ણાહૂતિ સુધીધ દૈનંદિન સાંજે સાત વાગ્‍યાનો રહેશે.

ગણેશ પૂજનના મુખ્‍ય યજમાન તથા પૂજનમાં શામેલ થવા ઈચ્‍છુક ભક્‍તોએ મંદિરમાં શ્રી ચંદ્રકાંતભાઈનો અથવા ડો. કિરણ પરીખનો (૪૪૩)૫૬૨-૧૫૬૨ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

મુખ્‍ય યજમાન માટે દરરોજ પૂજામાં શામેલ થવા માટે ૨૫૧ ડોલર તથા એક દિવસ માટે બે વ્‍યક્‍તિએ શામેલ થવા ૫૧ ડોલર ન્‍યોચ્‍છાવર રકમ નિયત કરવામાં આવી છે.

૧૫ સપ્‍ટેં. ગુરુવાર અનંત ચતુર્દશીના રોજ પૂર્ણાહૂતિ પ્રસંગે ગણેશ પૂજા તથા વિસર્જનનો સમય સાંજે ૬ થી ૭ વાગ્‍યા દરમિયાનનો રાખવામાં આવ્‍યો છે.

યુવાઈટેડ હિન્‍દુ તથા જૈન ટેમ્‍પલ્‍સ (વોશીંગ્‍ટન/બાલ્‍ટીમોર એરીયા) આયોજીત ૨૨ મા દિવાળી મેળામાં મંગલ મંદિર ભાગ લેશે. જે ઈલિનોર રૂઝવેલ્‍ટ હાઈસ્‍કુલ ગ્રીનબેલ્‍ટ, મેરીલેન્‍ડ, મુકામે ૧ ઓક્‍ટો. શનિવારના રોજ બપોરે ૧૨ વાગ્‍યાથી રાત્રિના ૧૦ વાગ્‍યા સુધી રાખવામાં આવેલ છે. વિશેષ વિગત માટે UHJT વેબસાઈટ www.dcunitedtemples.org નો સંપર્ક સાધવા જણાવાયું છે.

ડો. સ્‍વરૂપ આયોજીત ફ્રી એક્‍યુપંચર તથા પેઈન મેનેજમેન્‍ટ વિના મૂલ્‍યે સેવા દર શનિવારે બપોરે ૪ વાગ્‍યાથી સાંજના ૬ વાગ્‍યા સુધી ઉપલબ્‍ધ કરાવાઈ છે. જે માટે તેમનો ૪૪૩ઋ-૨૮૬-૩૪૦૪ દ્વારા સંપર્ક સાધવા મંગલ મંદિરની જણાવાયું છે.

About admin

Check Also

છત્રી વગર અને રિચાર્જ પણ નહિ કરવાનું, માત્ર 1200 રૂપિયાના આ સેટઅપ બોક્સમાં TV અને ઇન્ટરનેટ ચાલશે

મિત્રો ડીશ ટીવીના મોંઘા રિચાર્જને હવે ભૂલી જાવ. માર્કેટમાંફ્રી ટીવી ચેનલ્સ જોવા માટે નવું સેટ ટોપ બોક્સ …