Breaking News
Home / World / 100 વર્ષના ભારતીય ‘દાદી’એ અમેરિકામાં જીત્યો ગોલ્ડ મેડલ

100 વર્ષના ભારતીય ‘દાદી’એ અમેરિકામાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતના 100 વર્ષના દાદીએ યુએસમાં એક ઈતિહાસ રચીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી નાંખ્યો છે. ભારતના મન કૌરે 100 મીટર રેસ 81 સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. સોમવારે અમેરિકન માસ્ટર્સ ગેમ્સમાં મન કૌરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અહી વૃદ્ધ નાગરિકો માટેની સ્પર્ધામાં 100 વર્ષીય કૌર તેમના વયજૂથમાં એક માત્ર મહિલા હતી.

જ્યારે તેમણે વેન્કુવરમાં ફિનિશિંગ લાઈન ક્રોસ કરી તો તેમના ઘણા પ્રતિસ્પર્ધી જેમાંથી મોટા ભાગના 70થી 90 વર્ષની વયના હતા. તેમણે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. કૌરના 78 વર્ષીય પુત્ર ગુરૂદેવ સિંહ કહે છે કે, તેઓ ભારત જઈને બધાને એ કહેવા માટે ઉત્સાહિત છે કે, તેમણે માટે અત્યારે સુધીમાં કેટલા મેડલ જીત્યા છે.

રેસ પૂરી થયા બાદ કૌરે બે હાથ ઉંચા કરીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. આ પહેલા તેમણે ભાલા ફેંક અને શોટ પૂટમાં પણ મેડલ જીત્યા છે. ગુરૂદેવ જણાવે છે કે, તેમણે તેમની માતાને 93 વર્ષની ઉંમરે દોડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

મને વિશ્વાસ હતો કે, તેઓ એક દિવસ સ્ટાર બનશે, તેમ તેઓએ જણાવ્યું હતું. ગુરૂદેવે વધુમાં જણાવ્યું કે, મે મારી માતાને કહ્યું કે તમને ઘૂંટણ અને હાર્ટની બીમારી નથી આથી તમારે દોડવું જોઈએ. આ રેસમાં મન કૌરથી મોટા એક જ એથ્લીટ નિહાલ ગીલ હતા. જેમની ઉંમક 101 વર્ષ હતી.

About admin

Check Also

છત્રી વગર અને રિચાર્જ પણ નહિ કરવાનું, માત્ર 1200 રૂપિયાના આ સેટઅપ બોક્સમાં TV અને ઇન્ટરનેટ ચાલશે

મિત્રો ડીશ ટીવીના મોંઘા રિચાર્જને હવે ભૂલી જાવ. માર્કેટમાંફ્રી ટીવી ચેનલ્સ જોવા માટે નવું સેટ ટોપ બોક્સ …