Breaking News
Home / News / હવે ત્રણ લાખથી વધારે રોકડની લેવડદેવડ પર લાગશે પ્રતિબંધ, જાણો એનું કારણ

હવે ત્રણ લાખથી વધારે રોકડની લેવડદેવડ પર લાગશે પ્રતિબંધ, જાણો એનું કારણ

 

ભારતીય અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી રહેલા બ્લેકમનીને રોકવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની ભલામણને ધ્યાનમાં રાખીને ત્રણ લાખથી વધારે રોકડ રકમની લેવડદેવડ પર પ્રતિબંધ લાગવાનો છે.

હકીકતમાં સુપ્રીમ કોર્ટે બ્લેકમનીની તપાસ કરવા માટે નિયુક્ત કરવામાં આવેલી એસઆઇટીએ 3 લાખથી વધારે રોકડ રકમની લેવડદેવડ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી.

આ સિવાય કાયદાનો ભંગ થાય એવા સંજોગોમાં સજા ફટકારવાની પણ એસઆઇટીએ અપીલ કરી હતી. આ વિશે સુત્રો પાસેથી માહિતી મળી છે કે ‘એસઆઇટીએ રોકડ રકમ રાખવાની મહત્તમ સીમા 15 લાખ રૂ. નક્કી કરવાની પણ ભલામણ કરી હતી.

જોકે આ મામલા પર ફેંસલો લેવાનો હજી બાકી છે. જોકે આ વ્યવસ્થામાં ડર એ વાતનો છે કે આના કારણે ટેક્સ અધિકારીના ટાર્ગેટમાં ન આવી જવાય.’

About admin

Check Also

પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું

પાકિસ્તાનમાં હિન્દૂઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું એક મંત્રીને મોંઘુ પડી ગયું હતું. પાકિસ્તાનના મંત્રી ફયાઝુલ હસન …